Gujarat

વડોદરામાં મહિલાઓએ સાડીમાં ભાંગડાના તાલે 3 કિમી દોડમાં ભાગ લીધો, કહ્યું: મહિલાએ સાડી મેં ખૂબસૂરત દિખતી હૈ

વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બાદ પહેલાં રવિવારે એટલે કે આજે મહિલાઓએ 3 કિમીની સાડી રનનું આયોજન કર્યું હતું. જેમાં 280 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. ગોત્રી-સેવાસી રોડ પર આવેલા ડિકેથલોનથી રન શરૂ થઇ હતી અને ડિકેથલોન ખાતે પૂર્ણ થઈ હતી. આ રનમાં લાલ રંગની સાડીમાં સજ્જ થઈને 11 વર્ષથી બાળકીથી લઇ 66 વર્ષની એક મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓ ઢોલ-નગારાના ભાંગડાના તાલે ડાન્સ કરતી કરતી દોડ કરી હતી.

280 મહિલાઓની લાલ રંગની સાડીમાં દોડ

સાડીમાં મહિલાઓએ એન્જોય કર્યું

મહિલા રનર ગુડિયા ઝાએ જણાવ્યું હતું કે, સાડી રનનો મારો આ પહેલો અનુભવ હતો, પરંતુ આ અનુભવ ખૂબ સારો રહ્યો. અમે રોજ ઘરમાં જ રહીએ છીએ. જેથી અમે વિચાર્યું કે, કંઇક અલગ કરીએ. હું દરેક મહિલાઓને કહીશ કે, તમે એક વાર આ અનુભવ કરો. તમે એન્જોય કરશો. થોડું અઘરું છે, પરંતુ અમે કર્યું છે. અમે ઘરનાં દરેક કામ સાડી પહેરીને કરીએ છીએ. તો રન પણ કરીએ શકીએ.

ડાન્સ કરતાં કરતાં મહિલાઓ દોડી

“મહિલાઓ સાડીમાં ખૂબ સુંદર દેખાય છે”

આયોજક પ્રિયંકા કપૂરે જણાવ્યું હતું કે, સાડી એ ખૂબ સુંદર આઉટફિટ છે અને ભારતીય મહિલાઓ તેને પહેરે તો ખૂબ જ સુંદર દેખાય છે. અમે આજે ફિટનેસને પ્રમોટ કરીએ છીએ. અમે આજે મેસેજ આપ્યો છે કે, કસરત કરવા માટે કપડાં શું પહેરો છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. આજે મહિલાઓને સાડીના ડ્રેસ કોડ સાથે રનનું આયોજન કર્યું હતું અને તે સફળ રહ્યું છે.

280 મહિલાઓએ ભાગ લીધો

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી આ પાંચમી સાડી રન છે. અમે કોરોના કાળ પહેલાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ રન શરૂ કરી હતી. આજની સાડી રનમાં 280 મહિલાઓએ ભાગ લીધો છે. અમે મોમ્સ ઓફ વડોદરા સોશિયલ મીડિયા ગ્રૂપ ચલાવીએ છીએ. જેમાં વડોદરાની માતાઓ ઓનલાઇન જોડાયલી છે. આ મહિલાઓ ઓનલાઇન એક્ટિવિટીમાં ભાગ લે છે.

મહિલાઓ સાડીમાં સુંદર દેખાતી હોવાનું માન્યું