Gujarat

ભેસાવહી હાઇસ્કૂલમાં એચ.એસ.સી બોર્ડની પરીક્ષા આપવા અકસ્માત હત્યાનો આરોપી પોલીસ બંદોબસ્ત સાથે આવ્યો

હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષા આપવા આજરોજ ગોધરા સબ જેલમાંથી એક આરોપીને પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યો હતો.ગઈકાલથી ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી.બોર્ડની પરીક્ષા લેવાની શરૂઆત થઈ છે. ત્યારે એક યુવક કૃષ્ણકાંત પુનમભાઇ રાઠવા કે જે અકસ્માતના ગુનામાં ગોધરા સબજેલનો આરોપી છે. તેને આજરોજ એચ.એસ.સી.બોર્ડની પરીક્ષા આપવા માટે પોલીસ બંદોબસ્ત સાથે છોટા ઉદેપુર જિલ્લાના ભેસાવહી સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો.આરોપી હાલ ભેસાવાહી ખાતે પરીક્ષા આપી રહ્યો છે. આ આરોપી એક અકસ્માત હત્યાના કેસમાં પકડાયો હતો જેનું ભવિષ્ય ન બગડે તે માટે તેને પરીક્ષા આપવા માટે નામદાર હાલોલ કોર્ટમાં અરજી કરતા નામદાર હાલોલ કોર્ટે તેને પરીક્ષા આપવા મંજૂરી આપી હતી. ગોધરા સબ જેલમાંથી આરોપી યુવક કૃષ્ણકાંત પુનમભાઇ રાઠવાને એક પી.એસ.આઇ. અને એક કોન્સ્ટેબલના બંદોબસ્ત સાથે ભેસાવહિ હાઇસ્કૂલ ખાતે પરીક્ષા આપવા માટે લાવતા કુતૂહલ સર્જાયું હતું.