Gujarat

ભારતીય રેલવેના ઉત્તર ઝોન દ્વારા ૧૫થી વધુ વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવામાં આવશે

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ અવસર પર દેશના અલગ-અલગ શહેરોમાં રહેતા લોકો પોતાના ઘરે પાછા ફરે છે. આવી સ્થિતિમાં હોળી દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ હોય છે અને ટિકિટ મેળવવી મુશ્કેલ બની જાય છે. તહેવારોની સિઝન દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે તહેવારોની વિશેષ ટ્રેનોનું સંચાલન કરે છે. ત્યારે રેલવેના ઉત્તર ઝોન દ્વારા ૧૫થી વધુ વધારાની ટ્રેનો દોડાવામાં આવશે.

ભારતીય રેલવેએ આ હોળી સ્પેશિયલ ટ્રેનોના સમયપત્રક, ભાડા અને રૂટ જાહેર કર્યા છે. જેમાં લગભગ ૬ ટ્રેનો દિલ્હીથી રવાના થવાની છે, આ ટ્રેનો કટરા, વારાણસી અને સહારનપુર જેવા શહેરોને વિવિધ સ્થળો સાથે જાેડશે. આ ઉપરાંત ભારતીય રેલ્વેએ કહ્યું કે સહરસાથી અંબાલા અને પટના અને ગયા જેવા શહેરોથી દિલ્હીના આનંદ વિહાર સુધીની અન્ય ઘણી ટ્રેન હશે. સમયપત્રક મુજબ, ઝારખંડના ધનબાદમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો બિહારના ત્રણ સ્ટેશનો પર સ્ટોપ કરશે.

આ ઉપરાંત મધ્ય રેલ્વેએ જણાવ્યું હતું કે તે માર્ચ ૨૦૨૪માં તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ૧૧૨ હોળી વિશેષ ટ્રેન સેવાઓ ચલાવશે. ટ્રેનોની યાદીમાં ન્‌્‌ મુંબઈ-બનારસ વીકલી સ્પેશિયલ (૬ સર્વિસ), ન્‌્‌ મુંબઈ-બનારસનો સમાવેશ થાય છે. દાનાપુર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (૬ સર્વિસ), ન્‌્‌ મુંબઈ-સમસ્તીપુર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (૪ સર્વિસ), ન્‌્‌ મુંબઈ-પ્રયાગરાજ સાપ્તાહિક સુપરફાસ્ટ એસી સ્પેશિયલ (૮ સર્વિસ), અને ન્‌્‌ મુંબઈ-થિવિમ સાપ્તાહિક એસી સ્પેશિયલ (૬ સર્વિસ)નો સમાવેશ થાય છે.

હોળી સ્પેશિયલ રૂટની યાદી પર નજર કરીએ તો,….

* ટ્રેન નંબર ૦૪૦૩૩ નવી દિલ્હી અને ઉધમપુર વચ્ચે દોડશે જે ૨૨ અને ૨૯ માર્ચે નવી દિલ્હીથી ઉપડશે.
* ટ્રેન નંબર ૦૪૦૩૪ ૨૩ અને ૩૦ માર્ચે નવી દિલ્હી માટે ઉધમપુરથી શરૂ થશે અને સોનીપત, પાણીપત, કરનાલ, કુરુક્ષેત્ર, અંબાલા કેન્ટ, લુધિયાણા કેન્ટ, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ અને જમ્મુ તાવી ખાતે ઉભી રહેશે.
* વૈષ્ણોદેવી માટે બીજી વિશેષ ટ્રેન નવી દિલ્હીથી ૨૪ થી ૩૧ માર્ચની વચ્ચે અઠવાડિયામાં બે વાર બુધવાર અને રવિવારે દોડશે. પરત ફરતી વખતે આ ટ્રેન ૨૫ માર્ચથી ૧ એપ્રિલ સુધી ચાલશે અને અઠવાડિયામાં બે વાર ગુરુવાર અને સોમવારે દોડશે.
* દિલ્હીથી વારાણસી સુધીની હોળી સ્પેશિયલ ટ્રેનો અઠવાડિયામાં ત્રણ દિવસ, ખાસ કરીને સોમવાર, ગુરુવાર અને શનિવાર, ૨૧ થી ૩૦ માર્ચ વચ્ચે ચલાવવામાં આવશે.
* વારાણસીથી દિલ્હી સુધીની વધુ ટ્રેનો અઠવાડિયામાં ત્રણ દિવસ ખાસ કરીને મંગળવાર, શુક્રવાર અને રવિવાર, ૨૨ અને ૩૧ માર્ચ વચ્ચે દોડશે.
* બીજી હોળી સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એકવાર કટરાથી વારાણસી સુધી દોડશે અને રવિવારે કટરાથી ઉપડશે અને મંગળવારે વારાણસીથી પરત ફરશે.
* હાવડાથી બનારસ સુધીની બીજી વિશેષ ટ્રેન ૨૩ માર્ચે દોડશે અને દુર્ગાપુર, આસનસોલ, બખ્તિયારપુર, પટના, અરરાહ, બક્સર, દીન દયાલ ઉપાધ્યાય જંક્શન અને વારાણસી જેવા સ્ટેશનો પર રોકાશે.
* ભારતીય રેલ્વેએ કહ્યું કે બીજી હોળી સ્પેશિયલ ટ્રેન ૨૧ થી ૨૪ માર્ચ સુધી દરરોજ ટુંડલા, પાણીપત અને આગ્રા માટે દિલ્હીથી રવાના થશે.