Gujarat

સિંગાલીયા ની  મુવાડી પ્રાથમિક શાળા ના શિક્ષિકા બેન ડીંડોર.રેખાબેન ને આણંદ ખાતે નારી રત્ન સન્માન થી સન્માનિત કરાયા.

     આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નમસ્કાર ગુજરાત દૈનિક પીનેમીડિયા ફાઉન્ડેશન અમદાવાદ વડોદરા ના કયુક્ત ઉપક્રમે નારી રત્ન સન્માન સમારોહ 2024 તારીખ 10/ 3 /23 ને રવિવારે આણંદ ખાતે ઓડિટોરિયમ હોલમાં યોજાયો આયોજક  ડોક્ટર કલ્પેશભાઈ પટેલ અને સહાયોજક પાયલ શાહ દ્વારા આયોજિત નારી શક્તિને વેગ આપતા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રમાં આગળ વધે ઉચ્ચ સ્થાન પામેલ મહિલાઓ જેમકે એજ્યુકેશન બિઝનેસ વુમન લોક નેતા લોકસાહિત્યકાર સાહિત્યકાર રમતવીર શ્રેષ્ઠ અધિકારી હોસ્પિટલ ફિલ્મ મીડિયા સોશિયલ બહેનોને સુંદર ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદનાથી કરવામાં આવી શ્રીમતી પાયલ દ્વારા નારીઓ માટે પ્રેરણાની વાતો કરી .કાર્યક્રમમાં નમસ્કાર ગુજરાત માં શિક્ષણ વિભાગ માં શિક્ષિકા શ્રીમતી રેખાબેન ડીંડોર સિંઘલિયા ની મુવાડી પ્રા.શાળા તાલુકો કઠલાલ ને એજ્યુકેશન અને સાહિત્યકાર તરીકે સન્માનથી સન્માનિત કરાયા રેખાબેન બાળકોને પ્રિય એવા બાળગીત, બાળવાર્તાઓ ,જોડકણા અને લેખો જેવી અનેક રચનાઓ લખે છે.