ઉના વેરાવળ રોડ પર આવેલ આંબેડકર નગર વિસ્તારના સામેના ભાગે રસ્તાની સાઈડમાં ઉભેલો તાડનું ઝાડ રાત્રિનાં સમયે અચાનક ધરાશાઈ થયુ હતું. ત્યારે નજીક આવેલો ઇલેક્ટ્રીક વિજપોલ પર પડતાં વિજપોલ ધડાકાભેર નિચે પટકાતા છકડો રિક્ષા ઉપર પાડયો હતો.
જોકે આ ઘટના મોડી રાત્રિનાં સમયે રિક્ષા પર આ વિજ પોલ પડતાં કોઈ જાનહાની થઈ ન હતી. અને આ પોલ ધરાશાઈ થતા વિજ પુરવઠો બંધ થઈ ગયેલ હતો. અને સવારે આ વિજ પોલને દૂર કરવા પીજીવિસીએલનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ વિજ પુરવઠો બંધ કરી પોલને દુર કરવાની કાયૅવાહી હાથ ધરેલ છે.
જોકે આ ઘટનાં રાત્રિનાં સમયે થયેલ હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી હતી. જાણવા મળતી વિગતો મુજબ આ ઘટનામાં જે તાડના ઝાડ નિચે કોઈ અજાણ્યાં લોકોએ કચરો સળગાવેલ જે આગના કારણે ધીમેધીમે તાડનું થડીયું આગની લપેટમાં આવી જતાં તાડ ધરાશાઈ થયેલ જેથી પાસે રહેલો વીજપોલ ઉપર પડતાં વિજ પોલ સાથે તાડનું ઝાડ બન્ને રીક્ષા ઉપર ધડાકાભેર પડતાં જાનહાની ટળી હતી. અને વિજ પોલ ભાંગી જતાં નુક્સાન થયેલ હતું.

