મૃતકના શરીરની દુર્ગંધ પર થી ઘટના બે ત્રણ દિવસ પહેલાની હોવાનુ અનુમાન..
જેતપુરમાં સામાકાંઠે જવાના રસ્તા નજીક આવેલ રેલવે ટ્રેકની ઝાડી જાખરામાંથી અજાણ્યા વ્યક્તિનો કોહવાયેલી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઉદ્યોગ નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમા જવાના રસ્તા નજીક આવેલ રેલવે ટ્રેકની નજીકથી આજે સાંજના સુમારે એક અજાણ્યા વ્યક્તિની બેસેલી હાલતમાં ઝાડી ઝાંખરામાંથી લાશ ત્યાંથી પસાર થતાં લોકોએ જોતા પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે ઉદ્યોગ નગરપોલીસ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મૃતકના શરીરની દુર્ગંધ પરથી ઘટના બે ત્રણ દિવસ પહેલાની હોવાનું પોલીસે હનુમાન લગાવ્યું હતું. અજાણ્યા પુરુષનું કુદરતી મોત કે પછી આત્મહત્યા કે હત્યા?? આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખરી હકીકત જાણવા મળશે. પોલીસ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.

