ખંભાળિયામાં તાજેતરમાં પી.એમ. પોષણ મધ્યાહન ભોજન કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર કર્મચારી સંલગ્ન સંઘની નવી કમિટીની રચના કરવા માટે જિલ્લા પ્રમુખ તરીકે હરપાલસિંહ જેઠવા, તાલુકા પ્રમુખ સિદ્ધારાજસિંહ જાડેજાના અધ્યક્ષ સાથે નવી કમિટીની રચના કરવામાં આવી હતી.

જેમાં મહામંત્રી હરીશ પાઉં અને કારોબારી સભ્યો સંજયસિંહ, રૂબીનાબેન, સેતલબેનની રચના કરી તેમજ તાલુકામાં મહામંત્રી અનિલ મહેતા તેમજ ઉપપ્રમુખ ડાંગરભાઈ, કારોબારી સભ્યો અજીતસિંહ સોઢા, આનંદભાઈ ગોપિયાણી, બળવંતભાઈ, જગાભાઈ, ગોવાભાઈ, વૈભવીબેન, ભીનીબેન વગેરે સભ્યો દ્વારા જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને સફળ બનાવવા તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



