Gujarat

ટૂંકા સમયની મિત્રતામાં યુવકે ૪ લાખ રૂપિયા આપ્યા, ધંધાનો નફો લેવા કલોલ લેવા બોલાવ્યો, ૧.૫૦ લાખ લઈ ફરાર

અમદાવાદમાં રહેતો અને કોર્ટમાં ખાનગી ટાઇપિસ્ટ તરીકે કામગીરી કરતા યુવકનો પરિચય અમરેલીના યુવક સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ટૂંકા સમયની મિત્રતામાં યુવકે ૪ લાખ રૂપિયા આપ્યા હતા. તે રૂપિયાથી કરેલા ધંધાનો નફો લેવા કલોલ લેવા બોલાવ્યો હતો. ટાઇપિસ્ટ અને તેની પત્ની નફો આપવા આવેલો યુવક એક જ રૂમમાં રોકાયા હતા. જ્યારે સવારે હુ અમદાવાદ કામ અર્થે પરત આવુ છુ કહીને નિકળી ગયો હતો. ત્યારબાદ રૂમમાંથી ૧.૫૦ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ જતા કલોલ શહેર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તુષાર દશરથભાઇ ગોટી (રહે, ચાણક્યુપુરી, અમદાવાદ, મૂળ મુંબઇ) અમદાવાદ કોર્ટમાં ખાનગી ટાઇપિસ્ટ તરીકે કામ કરે છે. ત્યારે સોશિયલ મીડીયા મારફતે બે મહિના પહેલા રાજકોટના કુલદીપ કારીયાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેના ઘરે પ્રસંગ હોવાથી તુષારને બોલાવ્યો હતો. તે દરમિયાન અમરેલીના ચિતલરોડ ઉપર આવેલા ગીરીરાજનગરમાં રહેતા સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ કિરણભાઇ ગોરખીયા સાથે મુલાકાત થઇ હતી. જેથી સિદ્ધુએ અમરેલી બોલાવ્યો હતો. જ્યાં ગયા પછી ધંધા માટે ૪ લાખ રૂપિયા માગતા આપ્યા હતા. ધંધા માટે આપેલા રૂપિયામાંથી થયેલો નફો લેવા માટે તુષારને બોલાવ્યો હતો. હુ રૂપિયા આપવા ક્યા આવુ કહેતા કલોલ હોવાથી કલોલની હોટલ પ્લેનેટ ખાતે બોલાવ્યો હતો. તે સમયે રાત્રિના આશરે એક વાગે આવતા તુષાર તેની પત્ની અને સિદ્ધુ એક જ રૂમમાં રોકાયા હતા. જ્યારે વહેલી સવારે સિદ્ધુએ પોતાને અમદાવાદ કામ હોવાથી જઇને આવુ છુ કહીને નિકળી ગયો હતો. ત્યારબાદ રુમમાં મુકવામાં આવેલા પાકિટમાં ૧.૫૦ લાખ રૂપિયા હતા, પરંતુ તે પાકિટ જાેવા મળ્યુ ન હતુ. જેથી તેને ફોન કરાયો હતો. પરંતુ ફોન રીસીવ કરતો ન હતો. જ્યારે આ બાબતે ૧૦૦ નંબર પણ ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ સિદ્ધુ રૂપિયાની ચોરી કરી ભાગી ગયો હતો.