Gujarat

લોકસભા પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જય શાહ અને હર્ષ સંઘવી પણ ક્રિકેટ રમવા મેદાનમાં ઉતર્યા

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઈનલ મેચ રમાઇ છે. જેમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જય શાહ અને હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા. ત્યારે ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા ખુદ ઝ્રસ્ મેદાનમાં ઉતર્યા હતા.તેમજ મુખ્યમંત્રી, જય શાહ અને હર્ષ સંઘવી ક્રિકેટના મેદાનમાં ઉતરી ક્રિકેટ રમ્યા હતા. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં જય શાહે બોલિંગ કરી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેટિંગ કરી હતી. તથા હર્ષ સંઘવી વિકેટકીપરની ભૂમિકામાં દેખાયા હતા. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી, મ્ઝ્રઝ્રૈંના સેક્રેટરી જય શાહની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-૧૧ અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે તારીખ ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ રાત્રે ૮ કલાકેથી ખરી ટક્કર જામી હતી. ઈન્કમટેકસ ગ્રાઉન્ડ, બુટભવાની રેલવે ક્રોસિંગની બાજુમાં, હરણ સર્કલ પાસે, પ્રહલાદનગર રોડ ખાતે આ મેચનું આયોજન રાખવામાં આવ્યું હતુ. ય્ન્ઁન્ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર, નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, કલોલ, સાણંદ એમ સાતેય વિધાનસભાની ૧૦૭૮ ટીમ અને ૧૬,૧૭૦ ખેલાડીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.