Gujarat

ગીરગઢડાના અંબાડા ગામે કુલ રૂ. 48 લાખથી વધુના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુર્હુત ધારાસભ્ય કે સી રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું…જીલ્લા તાલુકા પંચાયતના હોદેદારો ઉપસ્થિત રહ્યા

 

ઉના તથા ગીરગઢડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય કે સી રાઠોડ એ અંબાડા ગામે વિવિધ વિકાસના કામોનું વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં જીલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો, હોદેદારો કાર્યકરો આગેવાનો ગ્રામજનો સહીત ઉપસ્થિત રહ્યા હતા.
અંબાડા ગામે રૂ.29 લાખના ખર્ચે શાહી નદીના કાંઠે પુર સંરક્ષણ દિવાલ, રૂ.3 લાખ 95હજારના ખર્ચે સી.સી. રોડનું કામ, રૂ.1 લાખ 50 હજારના ખર્ચે સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ, બોર મોટરનું કામ, રૂ.4 લાખ 95 હજારના ખર્ચે દલિતવાસમાં મજુર કલ્યાણ કેન્દ્ર બાંધવા, રૂ.1 લાખ 50 હજારના ખર્ચે સ્મશાનમાં ખુટતી સુવિધાનું કામ (શેડ તથા કમ્પાઉન્ડ), રૂ.2લાખ 56 હજારના ખર્ચે અવેડા પાસે સ્નાન ઘાટ, રૂ.1 લાખ 20 હજારના ખર્ચે અવેડા ફરતે પેવર બ્લોક રૂ.2 લાખ 91 હજારના ખર્ચે મેઈન ગટરનું કામ, રૂ.1 લાખ 37હજારના ખર્ચે અવેડાની બાજુમાં બોર, મોટર ટાકીનું કામ કુલ રૂ. 48 લાખ 94 હજારના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુર્હુત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, ગીરગઢડા તા. પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખટ, તાલુકા પં.ના ઉપપ્રમુખના પ્રતિનિધિ ભીખાભાઈ કીડેચા, જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ દકુભાઈ દોમડીયા, તાલુકા ભાજપ મહામંત્રી કે.સી.રાજપુત, તાલુકા પંચાયતના સદસ્ય દુલાભાઈ ગુજ્જર, સરપંચ સદસ્યઓ સહિતના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.