છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર લોકસભા ના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવા ના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓના નામની જાહેરાત કરવામાં આવતા બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો એ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ ધારાસભ્યો સહિતના આગેવાનોએ જશુભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

