અફઘાનિસ્તાન,
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૩ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનથી ૧૪૬ કિલોમીટર નીચે હતું. જેના કારણે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાે કે હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.
તમને જણાવી દઈએ કે આ પહેલા ૩ જાન્યુઆરીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૧ હતી. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના ઇશકોશિમથી લગભગ ૧૫ કિમી દક્ષિણમાં હતું.
જેના કારણે પૂર્વોત્તર અફઘાનિસ્તાન, દક્ષિણ તાજિકિસ્તાન અને ઉત્તર પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા પણ અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં વારંવાર આવતા ભૂકંપના કારણે લોકો ગભરાટમાં છે. આ પહેલા પણ ભૂકંપના કારણે હજારો લોકોના મોત થયા છે.

