જામનગરમાં નવનિર્મિત થનાર એસ.ટી.બસ સ્ટેશનનું ખાતમુહુર્ત કરાયું છે. જુના અને જર્જરીત બસ સ્ટેશનને પાડી આરસીસી ફ્રેમ સ્ટ્રકચરનું બાંધકામ કરવામાં આવશે
. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા જામનગરનું એસ.ટી.બસ સ્ટેન્ડ નવું બનાવામાં આવશે. આ માટે ફાળવવામાં આવેલી સહાયમાંથી જામનગરના જુના અને જર્જરીત બસ સ્ટેશનને તોડી પાડી આરસીસી ફ્રેમ સ્ટ્રકચરનું નવીન બસ સ્ટેશન બનાવામાં આવશે.
આ નવા નિર્માણ થનાર એસ.ટી.બસ સ્ટેશનના કામનું ખાતમૂહુર્ત ગુરૂવારે મેયર વિનોદ ખીમસૂર્યા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રૂ.1448.25 લાખના ખર્ચે 17263 ચોરસ મીટરમાં આ નવું બસ સ્ટેન્ડ બનશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળ હશે.
પ્રથમ માળ પર પુરૂષ અને મહીલા ડ્રાઇવર, કન્ડકટર માટે રેસ્ટરૂમ, શૌચાલય, લોકરરૂમ, મુસાફરો માટે શૌચાલય, બે ઓફીસ, 8 દુકાનનો સમાવેશ થાય છે. — 13 પ્લેટફોર્મ –મુસાફરો માટે વેઇટીંગ હોલ –બુકીંગ-રીઝવેર્શન બારી –સ્ટુડન્ટ પાસ ઇન્કવાયરી –વીઆઇપી વેઇટીંગ રૂમ –લેડીઝ, જેન્ટસ રેસ્ટરૂમ –બેબી ફીડીંગ રૂમ –કીચન સાથે કેન્ટીન –વોટર રૂમ, વોશ એરિયા –મુસાફરો માટે શૌચાલય –દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સુવિધા

