Gujarat

દીનદયાળ પોર્ટ ઓથોરિટીના વારસદારોને નોકરી માટે લેખિત બાંહેધરી આપતા ભૂખ હડતાલ સમેટવામાં આવી

છેલ્લા 7 દિવસથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દીનદયાળ પોર્ટ ઓથોરિટીના મૃતક કર્મચારીઓના વારસદારો દ્વારા નોકરી મેળવવાની માગ સાથે ભૂખ હડતાલ કરવામાં આવી હતી. આજે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સાથે ઉગ્ર રજુઆત કરી અને અંતે આ નોકરીઓ અંગે DPA નિર્ણય પર આવ્યું છે.

DPAના વારસદારોને નોકરી માટે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. જેમાં સમયમર્યાદા આપેલ છે એ સમયમર્યાદામાં નોકરી પર નિયુક્તિ કરવામાં આવશે. આ બાંહેધરી બાદ ભૂખ હડતાલ સમેટવામાં આવી હતી.

આ વેળાએ પોર્ટના સીંગજી, સુદીપ્તો બેનર્જી, રવિ મહેશ્વરી, ઓમપ્રકાશ હતા. સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, ઇકબાલ જત, પંકજ નોરિયા, ખીમજી પરમાર, રમેશ થારુ, દિલીપ થારુ અને બાહોળી સંખ્યામાં વારસદારો સર્વે સમાજના જોડાયા હતા.