Gujarat

સુરતની શાળા નંબર 47, 66, 140, 146, 246 અને 247માં બાળકોને સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા બેગ અને સાઇકલ વિતરણ કાર્યક્રમ અત્રેના કેન્દ્ર નંબર 29માં સમાવિષ્ટ શાળા નંબર 47, 66, 140, 146, 246 અને 247 નો સંયુક્ત કાર્યક્રમ કરવામાં આવ્યો.

જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શશીબેન ત્રિપાઠી, મુખ્ય મહેમાન દાસભાઈ પાટીલ, અધ્યક્ષ બાંધકામ સમિતિ, સુમપા, શુભમભાઈ ઉપાધ્યાય કન્વીનર ખરીદ સમિતિ, વસંજયભાઈ પાટીલ કન્વીનર રમતગમત અને ઉદ્યોગ પ્રવાસ સમિતિ, નિરંજનાબેન જાની કન્વીનર બાલવાડી સમિતિ, કોર્પોરેટર નિરાલાબેન રાજપૂત, યુ આર સી પુરુષોત્તમભાઈ જગદાળે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ધોરણ 5 અને 8ના બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ગત વર્ષે ધોરણ 6માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આવકાર પ્રવચન નિરીક્ષક નુરૂદ્દીનભાઈ શાહ તેમજ આભાર વચન મુખ્ય શિક્ષક દિનેશભાઈ સોનવણે આપ્યું. કાર્યક્રમમાં બધી શાળાના એસએમસી અધ્યક્ષ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.