ઉના શહેરમાં આવેલ ફાઇનાન્સની ઓફિસે યુવાન કોઈ કામ સબબ ગયેલ હોય અને ત્યાં આરામથી બેઠેલ યુવાનના ખીચ્ચામાં રહેલો vivo મોબાઇલ અચાનક બ્લાસ્ટ થતાં યુવાન પગના સાથળના દાઝ્યો. સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. આ ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું..

ગીરગઢડાના દ્રોણ ગામે રહેતા દલપતભાઈ સંભુભાઈ મકવાણા ઉના આવેલી મુથુંટ ફાઇનાન્સની ઓફિસે યુવાન કોઈ કામ સબબ આવેલ હતો. અને ત્યાં ઓફિસના ટેબલ પર બેઠેલ ત્યારે થોડીકવારમાં યુવાનના ખીચ્ચામાં રહેલો વીવી y51 કંપનીનો મોબાઇલ અચાનક ગરમ થવા લાગેલ. અને ધુમાડા નીકળવા બ્લાસ્ટ થતાં યુવાને તાત્કાલિક પોતાના ખીચ્ચામાં હાથ નાખીને હિંમતભેર મોબાઇલ બહાર કાઢી ફેંકી દીધો હતો.
ત્યારે ફાઇનાન્સની ઓફિસમાં રહેલા લોકોમાં અફડા તફડી મચી ગયેલ અને એક યુવાને આ બ્લાસ્ટ થયેલ મોબાઇલ પગ વડે ઓફિસની બહાર ફેકી દીધો હતો. જૉકે આ ઘટનામાં યુવાનને પગના સાથળના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોટી જાનહાની થતી અટકી હતી. આમ મોબાઇલ બ્લાસ્ટની ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. જે સમગ્ર ઘટના ફાઇનાન્સ ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ ઘટનામાં મોબાઇલ બળીને ખાક થઈ ગયેલ હતો. યુવાનને પગ તેમજ હાથના ભાગે દાઝ્યો હતો.

