ગળતેશ્વર તાલુકાના કોસમ ખાતે ૧૫ મી માર્ચના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો હતો જેમાં કોસમ, ડાભસર, અંઘાડી, અંબાવ, નેશ, સેવાલિયા, ભીમકુઇ, મીઠાના મુવાડા, વાડદ, સનાદરા, બલાઢા, સોનૈયા જેવા ગામોમાંથી ૧૨૦ જેટલા બહેનો – ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘ઇન્સ્પાયર ઇન્કલુઝન’ ના થીમ પર યોજાયેલ આ કાર્યક્રમમાં ઠાસરા નારી અદાલતમાંથી ગીતાબેન ભોઈ, ગળતેશ્વર નારી અદાલતમાંથી કલ્પનાબેન પટેલ, ઠાસરાના ક્લસ્ટર કોઓર્ડીનેટર
સુમિત્રાબેન, ક્લસ્ટર કોઓર્ડીનેટર, પરાગીનીબેન, આશાદીપના આસિસ્ટન્ટ ડાયરેકટર હસમુખ ક્રિશ્ચિયન જેવા અતિથિઓએ ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં કોસમ અને અંઘાડીની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત નૃત્ય રજુ કરાયા હતા અને ટીમલીના તાલે સહુ બહેનો ઝૂમી હતી. અંતે આશાદીપના સ્ટાફ દ્વારા ઉપસ્થિત સહુનો આભાર માનીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

