સાવરકુંડલા બીઆરસી ભવન આયોજિત એકપ્લોઝર વિઝીટમાં સીઆરસી કક્ષાએ પ્રથમ આવેલ બાળકોને આંબરડી સફારી પાર્કમાં વિનામૂલ્યે વિઝીટનું આયોજન કરેલ જેમાં સિંહ દર્શન સફારી અને અન્ય વન્ય પ્રાણી બાળકોને જંગલ સફારીમાં લઈ જવામાં આવ્યા સાથે વનવિભાગ દ્વારા બાળકોને વન્ય પ્રાણી અને વનસ્પતિઓ વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી સાથે બાળકોને વન ભોજન અને ધારી ખોડિયાર ડેમની વિઝીટ કરાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન બીઆરસી દર્શનાબેન અને ટીપીઈઓ ડાંગર સાહેબના માર્ગદર્શન નીચે આયોજન કરવામાં આવેલ



