Gujarat

બગસરા ખાતે માલધારી સમાજ દ્વારા આયોજિત શ્રી દ્વારકાધીશના દર્શન માટે જતી પદયાત્રાને પ્રસ્થાન કરાવતાં ધારાસભ્ય જે. વી કાકડીયા

બગસરા ખાતે માલધારી સમાજ દ્વારા આયોજિત શ્રી દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા જતી પદયાત્રાને દ્વારકાધીશના જય ધોષ સાથે પ્રસ્થાન કરાવતા લોકપ્રિય સતત જાગૃત ધારાસભ્ય જે.વી.કાકડીયા..
આ તકે પૂ સંતો, મહંતો, સાથે  બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, ખાંભા તાલુકા પંચાયત પ્રમુખ હમીરભાઈ ભરવાડ, ગોબરભાઈ ભરવાડ  સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેલ. ધારાસભ્યએ પદયાત્રીઓનુ સન્માન કરી પદયાત્રીઓને શુભકામનાઓ પાઠવી હતી તેમ પ્રકાશ કારીયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.