દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરે શુક્રવારે ઓપરેશન ટિક( ટ્રેસિંગ અેન્ડ આઇડેન્ટિફિકેશન વાયા કોડીંગ કી) અંર્તગત બોટોમાં કયુઆરકોડ લગાડવાની કામગીરીનો એએસપીના હસ્તે પ્રારંભ કરાયો હતો.આ કોડને સ્કેન કરવાથી બોટની પ્રાથમિક માહિતી જેવી કે નામ,માલિકી,રજીસ્ટ્રે શન સહિતની તમામ વિગતો ઉપલબ્ધ થશે.દરીયાઇ સુરક્ષા મજબુત કરવા આ કામગીરી કરાઇ રહી છે જેમાં આગામી સમયમાં દેવભૂમિની અંદાઝે 6,400 બોટોને આવરી લેવાશે એવા નિર્દેશ મળી રહયા છે. સલાયા બંદરે એએસપી આઇપીએસ રાઘવ જૈન દ્વારા શુક્રવારે ઓપરેશન ટિક (TICK) અંતર્ગત કયુઆરકોડ(બારકોડ) લગાડવાની કામગીર શરૂ કરાઇ છે.
આ ઓપરેશન અંતર્ગત સલાયાની 601 જેવી બોટોમાં ઓફ્લાઇન કયુઆરકોડના સ્ટીકર લગાડવામાં આવ્યા હતા.સ્ટીકર સ્કેન કરવાથી બોટની પ્રાથમિક માહિતી જેવી કે માલિકી,રજીસ્ટ્રેશન બોટની બીજી વિગતો વગેરે તુરંત મલી શકશે. જેથી દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચેકીંગમાં ખૂબ સરળતા રહેશે. તેમજ બિનવારસુ બોટો કે સંદિગ્ધ બોટોને તુરંત ઓળખીશકાશે અને કોઈ ગેરરીતિ કે અન્ય ગેરકાયદેસર પ્રવુતિઓ થતાં અટકી જશે.દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી આકામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગભગ 6400 જેટલી બોટમાં આ કયુઆરકોડ લગાડવામાં આવશે. જે માહિતી એએસપી રાઘવ જૈનએઆપી હતી.
આ કયુઆર કોડ લગાડવા માટે સલાયા બંદરે ફિશરમેન અને બોટ માલિકો તેમજ આગેવાનોની એક બેઠક પોલીસ દ્વારા યોજવામાં આવી હતી. જેમાં કામગીરી બાબતે તમામને માહિતી આપવામાં આવી હતી.બોટમાં આ સ્ટીકર લગાડવાની કાર્યવાહીના પ્રારંભ વેળા એસઓજી અને સલાયા મરીન પોલીસ સાથે રહી હતી અને કામગીરી ચાલુ કરાઈ હતી. કોડમાં હાલ પ્રાથમિક માહિતી, અપડેટ કરાશે આ કયુઆર કોડમાં હાલ પ્રાથમિક વિગતો એડ કરવામાં આવી છે.જે બાદ સમયાંતરે તેને અપડેટ કરવામાં આવશે.જેમાં આં બોટ ક્યા બંદરેથી અને ક્યારે નીકળી હતી ? તેમાં કેટલા ફિશરમેન સવાર હતા?તેમના કોલના નંબર અને બીજી તમામ માહિતીને ધીમે ધીમે અપડેટ કરવામાં આવશે એમ પણ જણાવાયુ હતુ.

