બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ આજે તેનો ૩૧મો જન્મદિવસ ઉજવી રહી છે. આલિયા ભટ્ટ વધતી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે. તેની સ્ટાઈલ પણ વર્ષોથી ઘણી બદલાઈ ગઈ છે. ફિલ્મોની પસંદગી અને આઉટફિટની પસંદગીમાં બદલાવ જાેવા મળી રહ્યો છે. વેલ, તેના જન્મદિવસના થોડા કલાકો પહેલા, આલિયા ભટ્ટે તેનો જન્મદિવસ મુંબઈમાં ઉજવ્યો, તે પણ ભવ્ય અંદાજમાં. આલિયા ભટ્ટના આ સેલિબ્રેશનમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ જાેવા મળ્યા હતા. આલિયા ભટ્ટના જન્મદિવસની ઉજવણીમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર હોવા છતાં, તેના જન્મદિવસની ઉજવણીની સાંજ સ્ટાર્સથી ભરેલી દેખાતી હતી.
મુંબઈની તાજ હોટલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન આલિયા અને રણવીર જાેવા મળ્યા હતા. આલિયાએ પપારાઝી સાથે વાત કરી પોઝ પણ આપ્યા હતા. આ ઉજવણીમાં અંબાણી પરિવારના સભ્યો પણ આલિયા ભટ્ટને તેના જન્મદિવસની શુભેચ્છા આપવા આવ્યા હતા. ઈશા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ત્રણેય એકસાથે પહોંચ્યા હતા.
સેલિબ્રેશનમાં હાજર રહેલા લોકોમાં તેના પતિ રણબીર કપૂર, માતા સોની રાઝદાન, બહેન શાહીન ભટ્ટ અને સાસુ નીતુ કપૂર પણ હતા. દરેક વ્યક્તિ મુંબઈની તાજ હોટલની બહાર જાેવા મળી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને અંબાણી પરિવારની ખૂબ નજીક છે. જ્યારે રણબીર કપૂર અને આકાશ અંબાણી સારા મિત્રો છે, ત્યારે આલિયા મુકેશ અંબાણીની પુત્રી ઈશા સાથે મજબૂત બોન્ડ શેર કરે છે.
આ ખાસ બોન્ડ અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ જાેવા મળ્યો હતો. તાજેતરમાં, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે અભિનેત્રીની કિડ અને મેટરનિટી-વેર બ્રાન્ડમાં ૫૧ ટકાનો બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. દીકરી આલિયાની બર્થડે પાર્ટીમાં મમ્મી સોની રાઝદાનનો ડ્રેસ પહેરીને પહોંચી હતી અને સુંદર લાગી રહી હતી. બીજી દીકરી શાહીન પણ ત્યાં હતી. સેલિબ્રેશનમાં હાજર રહેલા લોકોમાં તેના પતિ રણબીર કપૂર, માતા સોની રાઝદાન, બહેન શાહીન ભટ્ટ અને સાસુ નીતુ કપૂર પણ હતા. દરેક વ્યક્તિ મુંબઈની તાજ હોટલની બહાર જાેવા મળી હતી.