રિષભ પંત એક વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વાપસી કરી રહ્યો છે. પંત આઈપીએલ ૨૦૨૪માં દિલ્હી ટીમની કેપ્ટનશીપ કરશે. પરંતુ તે પહેલા દિલ્હીની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો બેટ્સમેન હૈરી બ્રૂકે હાલમાં આઈપીએલમાંથી પોતાનું નામ પરત લીધું છે. હવે વધુ એક ખેલાડી આ સીઝન આઈપીએલમાં દિલ્હી માટે રમશે નહિ. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એનગિડી આઈપીએલ ૨૦૨૪માંથી બહાર થઈ ગયો છે.
આઈપીએલ દ્વારા શુક્રવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આ માહિતી આપવામાં આવી હતી. લુંગી એનગિડી ઈજાને કારણે આઈપીએલ રમશે નહિ. દિલ્હી માટે આ એક મોટો ઝટકો છે. કારણ કે, એન્ગિડી ફાસ્ટ બોલર છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સને ૨ ખિતાબ જીતાડવાનો પણ ભાગ રહી ચૂક્યો છે. ૨૦૨૨માં તે ચેન્નાઈથી દિલ્હીમાં આવ્યો હતો. તેમણે કુલ૧૪ આઈપીએલ મેચ રમી છે. જેમાં ૨૫ વિકેટ પોતાને નામ કરી છે.
લુંગી એનગિડીના સ્થાને દિલ્હીએ ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર જેક ફ્રેઝર મેકગર્કને ટીમમાં સામેલ કર્યો છે. તે પહેલી વખત આઈપીએલ રમશે. પરંતુ લુંગી એનગિડીના સ્થાને જેક ફ્રેઝર મેકગર્કની પસંદગી થોડી ચિંતાજનક છે. લુંગી એનગિડી ફાસ્ટ બોલર છે. જેક ફ્રેઝર મેકગર્ક સ્પિનર પણ છે. તે બેટિંગ પણ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા માટે તે ૨ વનડે પણ રમી ચૂક્યો છે પરંતુ હજુ સુધી ટી ૨૦ ડેબ્યુ કર્યું નથી. હાલમાં જ તે બિગ બૈશ લીગમાં રમતો જાેવા મળ્યો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતુ. પંત કેપ્ટન તરીકે આઈપીએલમાં પરત ફરી રહ્યો છે. ૩૦ ડિસેમ્બરના રોજ થયેલા અકસ્માત બાદ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે લાંબા સમયથી ક્રિકેટથી દુર રહ્યો છે. સૌ કોઈ તેને ફરી એક વખત આઈપીએલમાં રમતો જાેવા માંગે છે.