Gujarat

માંગરોળ શ્રી એમ. એન. કંપાણી આર્ટસ અને શ્રી એ. કે. કોમર્સ કોલેજ માંગરોળ ખાતે કોલેજનો વાર્ષિક ઉત્સવ

માંગરોળ શ્રી એમ. એન. કંપાણી આર્ટસ અને શ્રી એ. કે. કોમર્સ કોલેજ માંગરોળ ખાતે કોલેજનો વાર્ષિક ઉત્સવ જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદભાઈ મહેતા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો. અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર શ્રી નયનભાઈ ટાંક ઊપસ્થિત રહયા હતા. શરૂઆતમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ઝણકાટ સાહેબે સૌનું સ્વાગત કરી મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. નયનભાઈ ટાંક સાહેબે વિધ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આજના મુખ્ય વક્તા હર્ષદભાઈ મહેતા સાહેબે યુવાનોને પ્રોત્સાહન અને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું પરિશ્રમ એ જ પારસમણી સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય એ વાક્યને સાર્થક કરતું તેમનું વ્યક્તિત્વ તેમણે પોતે જે સંઘર્ષ કર્યો હતો તે સંઘર્ષના કેટલાક અનુભવો રજૂ કરી વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટેની સલાહ આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ  સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં ખાસ યુનિવર્સિટી કક્ષાએ જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. શીતલબેન ઠાકોર અને વિદ્યાર્થિની બહેનોએ કર્યું હતું.