છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. એ રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં વર્ષોની માંગણીને ધ્યાને લઈ બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત બોર્ડર વિલેજ મધ્યપ્રદેશને જોડતા 19 જેટલા રસ્તાઓના કામ માટે 48.40 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.. આ સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી તાલુકામાં રસ્તાઓનું ડામર, નવીનીકરણ માટે કુલ 37 રસ્તાઓ 46.70 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે. અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી તાલુકામાં રસ્તાઓનું ડામર, નવીનીકરણ માટે કુલ 37 રસ્તાઓ 46.70 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે. ધારાસભ્યની રજૂઆત પગલે મંજૂર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ આ બાબતે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર માન્યો હતો.

