છોટાઉદેપુર લોકસભાના સાંસદ ઉમેદવારનું કાર્યાલય નસવાડી ખાતે ખોલવામાં આવ્યું હતું. જ્યારે ભવ્ય બાઈક રેલી એસટી ડેપોથી કાઢીને સરકારી ગેસ્ટ હાઉસ સામે આવેલા સાંસદ કાર્યલય સુધી રેલી કાઢવામાં આવી હતી. જ્યારે જય શ્રી રામ નારા અને અબકી બાર 400 કે પાર ના સૂત્રોચારો બોલાવામાં આવ્યા હતા. જ્યારે લોકસભાનાં ઉમેદવાર જશુભાઈ રાઠવાને યુવા કાર્યકરોએ જીતનું જસ્ન બનાવતા હોય તે રીતના ખબે ઊંચકીને નાચગાન કરી કાર્યલય સુધી લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે પૂજા અર્ચના કરી કાર્યલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાન સાંસદ નારાણ રાઠવા, સંગ્રામ રાઠવા, ધીરુભાઈ ભીલ, ધારાસભ્ય એભેસિંગ તડવી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ક્રાર્યક્રરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી કાર્યલયને ખુલ્લું મૂક્યું હતું.

