સાવરકુંડલા શહેરમાં ગતરોજ જેસર રોડ પર આવેલ ભૂલકાઓની સ્વપ્ન નગરી સમી પ્રિયાંશી પ્લે હાઉસ અને આર કે પ્રાથમિક શાળામાં ગતરોજ બપોરે સાડા ત્રણથી સાડા ચારના સમયગાળા દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તમામનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી, પ્રણવભાઈ જોષી વગેરેએ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિશદ સમજણ આપી હતી.. આ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઈ આસનાનીએ ઉપસ્થિત તમામનો સ્નેહપૂર્વક આદરસત્કાર કર્યો હતો. આભારવિધી રાજેશભાઈ આસનાનીએ કરી હતી. કાર્યક્રમના અંતમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સંદર્ભની વિવિધ માહિતી દર્શાવતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંતિથી ઉપસ્થિત વકતાઓને સાંભળ્યા હતાં.

