Gujarat

દ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી સંદર્ભે સભા-સરઘસ કાઢવા પર પરવાનગી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત જામનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્‍ટ દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના ખંભાળિયા અને દ્વારકા મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, સભા ભરવાની પરવાનગી આપવાના અધિકારો (ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સુધી) સભા, સરઘસ નિયમ હેઠળ જિલ્‍લાના એકથી વધુ વિધાનસભા મતદાર વિસ્‍તારમાં ફકત સરઘસ માટે મામલતદાર અને કલેક્ટર કચેરી, દેવભૂમિ દ્વારકા. 81 – ખંભાળિયા વિધાનસભા મતદાર અને 82- દ્વારકા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્‍તાર માટે જે-તે વિસ્તારના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની રહેશે. તેમ અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત જિલ્લાના બંને વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવારોને લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગીઓ મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી સભા, લાઉડ સ્પીકર વગાડવા અંગેના નિયમ હેઠળ એકથી વધુ વિધાનસભા મતદાર વિસ્‍તાર માટે ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્‍પીકર વગાડવાની મંજૂરી માટે મામલતદાર- 2 કલેકટર કચેરી, દેવભૂમિ દ્વારકાની પરવાનગી લેવાની રહેશે.

ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્‍તાર માટે ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્‍પીકર વગાડવાની મંજૂરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્‍પીકર વગાડવાની મંજૂરી ખંભાળિયાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારકા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્‍તાર માટે પણ સ્થાનિક મામલતદારની પરવાનગી લેવાની રહેશે.

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી કોઈપણ સંજોગોમાં રાત્રિના દસથી સવારે છ વાગ્યા સુધી આપી શકાશે નહીં. તેમ વધુમાં જણાવાયું છે.