Gujarat

ડોનાલ્ડ ટ્રમ્પે ઓહાયોમાં એક રેલીને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણી અમેરિકન ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ તારીખ હશેઃ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હજુ લગભગ ૮ મહિના બાકી છે, પરંતુ દેશમાં ચૂંટણીનું તાપમાન વધવા લાગ્યું છે. આ ચૂંટણીમાં આ વખતે પણ જાે બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો થશે તે લગભગ નિશ્ચિત છે. બંને નેતાઓએ આ અંગે પ્રચાર શરૂ કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઓહાયોમાં એક રેલીને સંબોધિત કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું કે નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણી અમેરિકન ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ તારીખ હશે, વધુમાં ધમકી આપી કે જાે તેઓ આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ નહીં બને તો દેશમાં ‘ખુનામરકી’ થશે. આ સિવાય તેમણે પોતાની ચૂંટણી લડાઈને દેશ માટે મહત્વનો ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો છે.

ટ્રમ્પની આ ધમકી તેમના ભાષણ દરમિયાન આવી હતી. જાે કે ટ્રમ્પે એ સ્પષ્ટતા નથી કરી કે તેઓ શા માટે રક્તપાતની વાત કરે છે, પરંતુ તેમની ટિપ્પણી ચીનની કાર પરની ટિપ્પણીઓ વચ્ચે આવી છે. ચીનની કાર વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું, ‘૫ નવેમ્બરની તારીખ યાદ રાખો, હું માનું છું કે આ આપણા દેશના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ તારીખ હશે, જાે હું આ તારીખે નહીં જીતું તો દેશમાં લોહી વહેશે. તે એક આપત્તિ હશે.” આ સિવાય તેમણે જાે બિડેનને અમેરિકાના ઈતિહાસમાં વૃદ્ધ અને ‘સૌથી ખરાબ’ રાષ્ટ્રપતિ ગણાવ્યા.

જેમ જેમ ટ્રમ્પનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું, બિડેનની ચૂંટણી પ્રચાર ટીમે પણ તેના પર પ્રતિક્રિયા આપી. બિડેનના કાર્યાલયમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં, ટ્રમ્પને ૨૦૨૦ માં પરાજિત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ બીજી ૬ જાન્યુઆરી ઈચ્છે છે, પરંતુ અમેરિકન લોકો આ નવેમ્બરમાં તેમને બીજી ચૂંટણીમાં હાર આપવા જઈ રહ્યા છે કારણ કે તેઓ તેમના ઉગ્રવાદ, હિંસા પ્રત્યેના તેમના વલણની વિરુદ્ધ છે. પ્રેમ અને બદલાની તેમની તરસને નકારવાનું ચાલુ રાખશે.

૬ જાન્યુઆરી, ૨૦૨૧ ના ??રોજ, ચૂંટણી પરિણામોથી નાખુશ ટ્રમ્પ સમર્થકોએ વોશિંગ્ટન કેપિટોલ પર હુમલો કર્યો. જે બાદ તેમની અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાને અમેરિકાના ઈતિહાસની સૌથી હિંસક ઘટના તરીકે જાેવામાં આવે છે.