Entertainment

ઐશ્વર્યા અને નીલ માતા-પિતા બનવા માંગે છે, પરંતુ હાલમાં તેમના તરફથી કોઈ સારા સમાચાર નથી

કલર્સ ટીવીના ‘હોલી સ્પેશિયલ’ એપિસોડના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા શર્મા બેહોશ થઈ ગઈ હતી. ઐશ્વર્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેના ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી. ઉપરાંત, બિગ બોસ ૧૭ની આ સ્પર્ધકે તેના ચાહકોને ખાતરી આપી હતી કે તે બિલકુલ ઠીક છે.

પતિ નીલ ભટ્ટ સાથે ડાન્સ પરફોર્મન્સનું શૂટિંગ કરતી વખતે બેહોશ થઈ ગયેલી ઐશ્વર્યાએ તેની સ્ટોરીમાં આગળ લખ્યું કે તેના ચાહકોને ચિંતા કરવાની જરૂર નથી. અને તેને આશા છે કે તેના તમામ ચાહકોને નીલ અને તેનો અભિનય ગમશે. ભલે ઐશ્વર્યાએ બધાને ખાતરી આપી હોય કે તે એકદમ ઠીક છે, પરંતુ સેટ પર બેહોશ થઈ ગયા બાદ તેની પ્રેગ્નન્સીના સમાચાર ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૩માં પણ ઐશ્વર્યા શર્માના માતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે પ્રેગ્નન્સીના કારણે ઐશ્વર્યાએ તેની હિટ સીરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’ને અલવિદા કહી દીધું હતું. જાે કે, ઐશ્વર્યાએ આને માત્ર અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે કોઈ છોકરી શો છોડી દે છે તેનો અર્થ એ નથી કે તે માતા બનવા જઈ રહી છે.

હવે એક વર્ષ પછી ફરી એકવાર બોલિવૂડલાઈફના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ઐશ્વર્યા શર્મા અને નીલ તેમના પહેલા બાળકની રાહ જાેઈ રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઐશ્વર્યાના પ્રેગ્નન્સીના સમાચારમાં કોઈ સત્ય નથી. હા, એ વાત સાચી છે કે ઐશ્વર્યા અને નીલ માતા-પિતા બનવા માંગે છે. પરંતુ હાલમાં તેમના તરફથી કોઈ સારા સમાચાર નથી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે બંને આ માહિતી તેમના ફેન્સ સાથે શેર કરશે. હાલમાં તેઓ એકબીજા સાથે ‘ક્વોલિટી ટાઈમ’ વિતાવવામાં વ્યસ્ત છે.