વિશ્વ કવિતા દિવસનાં ઉપલક્ષ્યમાં શાળાનાં બાળકવિઓ દ્વારા જુદા-જુદા વિષયને અનુરૂપ કાવ્યની રચના કરવામાં આવી હતી. આ તકે શાળાનાં શિક્ષક સુરેશભાઈ માળીએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી કાવ્યનું પ્રૂફ રિડિંગ કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમની કાર્યસૂચિ અન્વયે બાળ કવિઓની કવિતાનું પઠન તથા સ્ટાફ મિત્રો દ્વારા રચાયેલ કાવ્યોનું પઠન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ કેળવણીનાં પ્રથમ પગથિયાથી કાવ્યની રચના કરતાં થાય અને સાહિત્ય વિશેની ઊંડાણપૂર્વક સમજ કેળવે એ હેતુથી આજનો દિવસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે કવિતા સાંભળવાનો અને સંભળાવવા માટેનો શ્રેષ્ઠ દિવસ બની રહ્યો હતો.

