Gujarat

જેતપુરમાં લાંબા સમયથી બાકી દેવાદારની મિલકતને સીલ કરશું નગરપાલિકા

જેતપુર નવાગઢ નગપાલિકાના ચોફ ઓફિસર સાહેબની સુચના અનુસાર ટેક્સ  શાખા દ્વારા વર્ષ-૨૦૨૩ ની રીકવરી ઝુંબેશ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેતપુર નવાગઢ નગરપાલિકાની અખબારી યાદી જણાવે છે કે, જેતપુર નવાગઢ નગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા આસામીઓ દ્વારા પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જેતપુર નગરપાલિકાની ટેક્ષ શાખા દ્વારા મિલ્કતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી,જેમાં જેતપુર શહેરના જુના પાચ પીપળા રોડ ઉપર અશોકભાઈ મનસુખભાઇ વસા મિલ્કત (કારખાના) નં.૨૦૮૭ ની બાકી રકમ રૂ.૪૬૩૭૭ બાકી હોય જેને લઇને ટેકસ શાખા દ્વારા સીલ કરવામાં આવી હતી આ કામગીરી નગરપાલિકા ચીફ ઓફિસર અશ્વીન કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટેક્ષઇન્સપેકટરશ્રી હર્ષદભાઇ ટાટમીયા,કલાર્ક શ્રી યાકુબભાઇ ડોસાણી, દલસાણીયાભાઇ વાધેલાભાઈ તથા ટેક્ષ રિકવરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.