Gujarat

જેતપુર પાસેથી આધેડની બિનવારસી હાલતમાં લાશ મળી

વીરપુર પોલીસે પોલીસે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી
જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પાસેથી  રોડની સાઈડમાં એક આધેડ પુરુષની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે સદર બનાવની જાણ  પોલીસે થતા તાત્કાલિક ઘટનાસ્થળે ઉપર આવી લાશ ઉપર કબજો મેળવીને લાશને જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવા માટે તજવીજ હાથ ધરી હતી.
જેતપુર તાલુકાના પીઠડીયા અને ટોલટેક્સ વચ્ચેથી આજે બપોરે  આશરે 60 થી 65 વર્ષના આધેડ વયના પુરુષની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં મરણજનાર પુરુષ રોડની સાઈડમાં બિનવારસી લાશ મળી આવી હતી. જેથી આજુબાજુ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા વીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી અને લાશને જેતપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અને લાશ કોની છે તેની અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.