ખંભાળિયામાં ઝાકળ ભીની સવાર
ખંભાળિયા પંથકમાં આજરોજ વહેલી સવારે વાતાવરણમાં ઘેરી ઝાંકળ ઉતરી આવી હતી. ખંભાળિયા તાલુકામાં આજે ચઢતા પહોરે સાડા પાંચેક વાગ્યેથી ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. આ ધુમ્મસના કારણે ખાસ કરીને વાહન ચાલકો ચાર-પાંચ ફૂટ દૂર સુધી પણ જોઈ ન શકતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઝાકળના પગલે વહેલી સવારે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.


