શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ GPL ઓપનિંગ સેરેમની કાર્યક્રમ તા. 22 માર્ચ 2024ને સાંજે 7. 45 વાગ્યે હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને સંતો તેમજ હરિભક્તો-ખેલાડીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આનંદપ્રિયદાસ સ્વામીના વરદ હસ્તે હરિકૃષ્ણ મહારાજનું પૂજન આરતી કરી પ્રથમ મેચનો ટોસ ઉછાળી શુભારંભ કરવામાં આવ્યો હતો. અનુપમસ્વામીએ જીવનમાં રમત-ગમત મનોરંજન સાથે આધ્યાત્મિકતાનું મહત્વ બાબતે ઉદબોધન કર્યું અને ગુરુના આશીર્વાદ સાથે પ્રથમ દિવસની મેચની શરૂઆત કરી હતી.

આજના પ્રથમ દિવસે ત્રણ મેચ રમાડવામાં આવી અને ખેલાડીઓએ ખૂબ આનંદ ઉત્સાહ સાથે ખેલદિલીની ભાવના સાથે રમતનો આનંદ માણ્યો હતો. છેલ્લે સારું પ્રદર્શન કરી મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીઓને સંતોના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દાતાઓ તેમજ પ્રેક્ષકોએ પણ ખૂબ સારી સંખ્યામાં હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને ભરપૂર આનંદ માણ્યો હતો.


