ભાવનગર શહેરના હલુરિયા ચોક ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે શહેર ભાજપ દ્વારા શહીદ દિન નિમિત્તે ભગતસિંહ, રાજ્યગુરુ તથા સુખદેવને શહેર પ્રમુખ અને પૂર્વના ધારાસભ્યએ વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, માં ભારતી માટે શહીદ થયેલા ભગતસિંહ, રાજ્યગુરુ તથા સુખદેવ ત્રણેય શહીદ વીરોને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ત્રણેય ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સાથે ઇન્કલાબ જીન્દાબાદ ભારત માતા કી જય અને શહીદો અમર રહોના નારા લગાવ્યાં હતા. ત્રણેય શહીદ વીરોના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ સમાજ કે રાષ્ટ્ર માટે કઈ કરીએ તેવી ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં સર્વ વરિષ્ઠ આગેવાનો, શહેર સંગઠનના હોદ્દેદારાઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યઓ, તમામ વોર્ડના પ્રમુખઓ, મહામંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારઓ, તમામ મોરચા સેલના હોદ્દેદારઓ, નાગરિક બેંકના ડિરેક્ટરઓ, શિક્ષણ સમિતિના સભ્યોઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.






