Entertainment

10 વર્ષમાં માત્ર એક જ સુપરહિટ ફિલ્મ આપી:આમ છતાં કંગનાની ફી 17 કરોડ; કહ્યું, ‘પહેલાં બોલિવૂડમાં મારી સાથે જાનવરો જેવું વર્તન કરવામાં આવતું’

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજે 37 વર્ષની થઈ ગઈ છે. કંગના તેની ફિલ્મો માટે ઓછી પરંતુ વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે એકવાર વાતચીત દરમિયાન કહ્યું હતું કે જ્યારે તે બોલિવૂડમાં નવી-નવી હતી ત્યારે તેની સાથે જાનવર જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.

હવે કંગનાને બોલિવૂડની વિવાદાસ્પદ ક્વીન ​​​​​​કહેવામાં આવે છે પરંતુ આ એક્ટ્રેસની આછબીને કારણે કરિયરને પણ અમુક હદ સુધી નુકસાન પહોંચાડ્યું છે. ફિલ્મમેકર્સ તેમને તેમની ફિલ્મોમાં કાસ્ટ કરવાથી દૂર રહેવા લાગ્યા છે.

કંગનાએ છેલ્લા દસ વર્ષમાં માત્ર એક સુપરહિટ, એક હિટ અને એક એવરેજ ફિલ્મ આપી છે. ગત વર્ષે તે ફિલ્મ ‘તેજસ’માં જોવા મળી હતી જે ફ્લોપ રહી હતી. અગાઉ રિલીઝ થયેલી ‘ધાકડ’એ માત્ર ત્રણ કરોડની કમાણી કરી હતી.

ફ્લોપ ફિલ્મો હોવા છતાં પણ કંગના બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસ પૈકી એક છે. એક ફિલ્મની ફી 15 થી 17 કરોડ રૂપિયા સુધીની હોય છે.

કંગનાના જીવનના રસપ્રદ તથ્યો જાણતા પહેલા તેની આગામી ફિલ્મો અને વિવાદો પર એક નજર…

દસ વર્ષમાં માત્ર એક જ સુપરહિટ આપી

છેલ્લા કેટલાક વર્ષોમાં કંગનાની કરિયરનો ગ્રાફ નીચો જતા જોવા મળી રહ્યો છે. 10 વર્ષમાં તેની માત્ર એક જ ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ સુપરહિટ બની છે. અગાઉ 2014માં ‘ક્વીન’ હિટ સાબિત થઈ હતી. તેની 2019ની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ પણ એવરેજ સાબિત થઈ. મણિકર્ણિકા પછી છેલ્લાં પાંચ વર્ષમાં કંગનાની પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે પરંતુ તે તમામ ફ્લોપ રહી છે.

કંગનાને ‘ઇમર્જન્સી’થી ઘણી આશા છે

જો કંગનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ ‘ઇમર્જન્સી’નું નામ સૌથી ઉપર છે. આ ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ગત વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ તે મોકૂફ થઈ ગઈ હતી. હવે તે 14 જૂન, 2024ના રોજ રિલીઝ થશે.

આ સિવાય કંગના પાસે એક અનટાઈટલ્ડ ફિલ્મ છે જેમાં તે આર. માધવન સાથે જોવા મળશે. કંગના 2021માં આવેલી ફિલ્મ સીતાઃ ધ ઇનકારનેશનમાં કામ કરી રહી હોવાના રિપોર્ટ હતા પરંતુ આ ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. એકંદરે કંગના પાસે હાલમાં ‘ઇમર્જન્સી’ સિવાય માત્ર બે જ ફિલ્મો છે.

વેલ, કંગનાની કરિયરમાં પતનનું એક કારણ તેની વિવાદાસ્પદ છબી છે જેના કારણે ફિલ્મ નિર્માતાઓ તેની ફિલ્મોમાં કામ કરતા શરમાતા હતા. આ જ કારણ છે કે કંગનાએ 2020માં પોતાનું પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ ખોલ્યું. તેના બેનર હેઠળ તેણે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ બનાવી હતી.

કંગના કોઈને કોઈ કારણે વિવાદમાં રહે છે

વિવાદ 1: ભારતની સ્વતંત્રતા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

કંગનાએ નવેમ્બર 2021માં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારતને ભીખ માંગીને આઝાદી મળી છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ રાજસ્થાનના પાંચ શહેરોમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કંગના પર ક્રાંતિકારીઓનું અપમાન કરવાનો અને બંધારણની મજાક ઉડાવવાનો આરોપ હતો. ઘણા લોકોએ કંગનાને દેશદ્રોહી પણ ગણાવી હતી.

વિવાદ 2: હિંસા ભડકાવવાનો આરોપ

2021માં બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ થયેલી હિંસા અંગે કંગનાએ કહ્યું હતું કે, ‘આ ભયંકર છે, આ ગુંડાગીરીને ખતમ કરવા માટે આપણે ગુંડાગીરીને વધુ મોટા લેવલે બતાવવાની જરૂર છે. તેઓ (મમતા બેનર્જી) એક રાક્ષસ જેવા છે જેમને ખુલ્લામાં છોડી દેવામાં આવ્યા છે. મોદીજી મહેરબાની કરીને તેમને કંટ્રોલ કરવા માટે 2000ના દાયકાની શરૂઆતનું તમારું વિરાટ રૂપ બતાવો.’

કંગનાનું આ નિવેદન સામે આવ્યા બાદ મે 2021માં તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા રિજુ દત્તાએ કોલકાતામાં કંગના વિરુદ્ધ નફરતજનક ભાષણ આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

વિવાદ 3: કંગના ઉદ્ધવ ઠાકરે પર થઇ હતી લાલઘુમ

2020માં BMCએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવી દીધું હતું. આનાથી નારાજ થઈને કંગનાએ તે સમયે મહારાષ્ટ્રના સીએમ રહેલા ઉદ્ધવ ઠાકરે માટે ઘણા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે બાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

વિવાદ 4: જાવેદ અખ્તરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગનાએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તર પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાવેદે સુશાંતને ઘરે બોલાવીને ધમકી આપી હતી. નિવેદન સામે આવ્યા બાદ જાવેદે તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

વિવાદ 5: નેપોટિઝ્મ વિશે પણ કરી હતી વાત

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગનાએ ફરી એકવાર બોલિવૂડમાં નેપોટિઝમનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું કે સુશાંતને ધમકાવવામાં આવતો હતો , તેને સાઈડ કરવામાંઆવતો હતો અને તેના જીવને ફિલ્મ માફિયાથી જોખમ હતું. સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ તેમણે તમામ બોલિવૂડ સ્ટાર્સને ડ્રગ્સ ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું.

વિવાદ 6: મણિકર્ણિકાની વાર્તા ચોરી કરવાનો આરોપ

‘દિદ્દાઃ ધ વોરિયર ક્વીન ઓફ કાશ્મીર’ પુસ્તકના લેખક આશિષ કૌલે કંગના વિરુદ્ધ બનાવટીનો કેસ દાખલ કર્યો હતો. કંગનાએ જાન્યુઆરી 2018માં ‘મણિકર્ણિકા રિટર્ન્સ- ધ લિજેન્ડ ઓફ ડિદ્દા’ બનાવવાની જાહેરાત કરી હતી. આ અંગે આશિષે મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી હતી.

વિવાદ 7: હૃતિકે સાયબર સ્ટેકિંગ અને હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો હતો

વર્ષ 2016માં કંગનાએ ખુલાસો કર્યો હતો કે તે હૃતિક રોશનને ડેટ કરી રહી છે. ફિલ્મ ‘ક્રિશ 3’ ના શૂટિંગ દરમિયાન બંને રિલેશનશિપમાં હતા અને હૃતિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ બાદમાં આ સંબંધને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

હૃતિકે આ દાવાઓને ખોટા ગણાવીને કંગના સામે સાયબર સ્ટેકિંગ અને હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો હતો. આ પછી કંગનાએ તેની સામે કાઉન્ટર કેસ કર્યો હતો.

કંગના બાળપણમાં માતા આશા (ડાબે), દાદી અને પિતા અમરદીપ સાથે

ચાલો હવે જોઈએ કંગનાના જીવનના ઉતાર-ચઢાવ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો…

કંગનાનો જન્મ 23 માર્ચ, 1987ના રોજ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની નજીક આવેલા સૂરજપુર (ભાભનલા)માં થયો હતો. કંગનાના પિતા અમરદીપ રનૌત એક બિઝનેસમેન છે અને માતા સ્કૂલ ટીચર હતી. પિતા કડક હતા અને ઈચ્છતા હતા કે તેમની દીકરી ડૉક્ટર બને.

તેમણે કંગનાને મેડિકલ અભ્યાસ માટે ચંદીગઢની ડીએવી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. કંગનાને મેડિકલ અભ્યાસમાં બિલકુલ રસ નહોતો. તે સ્કૂલમાં ફ્રેશર્સ નાઈટ ફેરવેલ પાર્ટીમાં મોડલિંગ કરતી હતી. કંગનાને મોડલિંગ એટલું ગમવા લાગ્યું કે તેણે સ્કૂલ જવાનું બંધ કરી દીધું.

જ્યારે પિતા અમરદીપને આ અંગેની માહિતી મળી તો તેમને દીકરીનેમાર-મારી હતી પરંતુ કંગના પર તેની કોઈ અસર થઈ નહીં.

માતા આશા સાથે કંગના
માતા આશા સાથે કંગના

 

પિતાએ વર્ષો સુધી વાત ન કરી

15 વર્ષની ઉંમરે કંગના પરિવારને જાણ કર્યા વગર દિલ્હી પહોંચી ગઈ હતી. ઘણી મહેનત પછી દિલ્હીના ઈન્ડિયા હેબિટેટ સેન્ટરમાં અભિનય કરવાનો મોકો મળ્યો હતો. 5-6 મહિના પછી એક્ટિંગ વર્કશોપના અરવિંદ ગૌરે કંગનાને તક આપી.

બેક સ્ટેજ એક્ટિંગ કરતી વખતે કંગનાને એકવાર એન્કર બનવાની તક મળી. આ પછી તે મુંબઈ જવા રવાના થઈ ગઈ. જ્યારે પિતાને આ વાતની ખબર પડી તો તેઓ કંગના પર ખૂબ ગુસ્સે થયા અને વર્ષો સુધી તેની સાથે વાત ન કરી.

મુંબઈ આવીને કંગનાએ 2006માં ફિલ્મ ‘ગેંગસ્ટર’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.