Gujarat

 છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે.. અને અહી રહેતા આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળીનો છે. હોળી પહેલા આદિવાસી સમાજના લોકો છોટાઉદેપુર  જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેળા યોજતા હોઈ છે. જેને ભંગુરિયાનો મેળો કહેવતો હોઈ છે.. એવોજ મેળો યોજાયો છોટાઉદેપુરમાં

છોટાઉદેપુર જિલ્લો આમતો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે… અને અહી વસતા આદિવાસી સમાજના લોકોની રીત રિવાજ અને તેમની સંસ્કૃતિ કૈક અલગ પ્રકારની હોય છે. હોળી પહેલા ભરાતા મેળાને ભંગુરીયાનો મેળો કહેવાય છે. આ મેળામા આસપાસના આદિવાસી સમાજના લોકો અલગ અલગ ગ્રુપના લોકો અલગ અલગ પહેરવેશ ધારણ કરીને મેળામા આવતા હૉય છે. મેળાની મોજ માણવા વાંસળી , રામ ઢોલ અને કાસાના તાલે આદિવાસી પરંપરા મુજબ નૃત્ય ગાન કરે છે.  આદિવાસીનો આ તહેવારમા આદિવાસી સમાજના લોકો દેશનાં કોઈ પણ ખૂણા ગયા હોઈ તે અચૂક હોળી ના તહેવાર lને માણવા માટે આવી જતા હોઈ છે .
આ મેળા મા વૃદ્ધો ,મહિલાઓ, યુવકો અને યુવતીઓના અલગ અલગ ગ્રુપ બનાવી અને આ મેળાની મોજ માણવા માટે જ્યા પણ મેળા યોજાય ત્યાં અચૂક જતા હોઈ છે. અને આખો દિવસ તેઓ મોજ મસ્તી કરી અને મેળા મસ્ત બની અને હર્ષોલ્લાસ સાથે આ મેળાને માને છે..