પુષ્ટી સંપ્રદાયમાં ફાગણ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી પૂર્વેનાં દિવસોમાં રાળ ઉત્સવ ઉજવવાની સદીઓ જૂની પરંપરા છે.
વૈષ્ણવ સંપ્રદાય અનુસાર રાળ ઉત્સવ વિરહનો ઉત્સવ છે. ભગવાન શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓ રાળ ઉત્સવની ઉજવણી કરી હતી. આ પરંપરા આજે પણ યથાવત છે.
હોળી આસપાસનાં દિવસોમાં મિશ્ર ઋતુ હોય રાળની અગ્નિ વાતાવરણને શુદ્ધ કરતી હોય તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જામનગરની મોટી હવેલીમાં પણ વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં તથા રસાદ્રરાયજી અને પ્રેમાદ્રરાયજી બાવાનાં સાંનિધ્યમાં રાળ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે.
વૈષ્ણવો વિવિધ દેવતાઓની વેશભૂષા ધારણ કરી ઠાકોરજી સમક્ષ રંગે રમીને લીલાઓ વડે ઠાકોરજીને રીઝવવાનો પ્રયાસ કરે છે. ઉપરાંત પ્રજ્વલિત થતી રાળની અગ્નિનાં દર્શન કરવા વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં.

