ભારતમાં ‘વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું’ આયોજન થયું હતું, ત્યારબાદ જામનગરમાં ટ્રેડિશ્નલ મેડિસિન સેન્ટર(TMC)ની ઈન્ટ્રીમ કચેરી ખાતે WHOની આંતરિક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2023માં ગાંધીનગર ખાતે યોજાયેલી વિશ્વની સૌ પ્રથમ WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ દ્વારા નિર્ધારિત કામગીરી માટેની કાર્યસુચીને અનુસરીને, વિશ્વના છ વિવિધ ખંડો-પ્રદેશોમાંથી 31 દેશોના 65 નિષ્ણાતો એ WHO TMC કાર્ય યોજના (વર્ક પ્લાન) 2024-25ના અમલીકરણ અંગે ચર્ચા-પરામર્શ કર્યો હતો, જેમાંથી મુખ્ય મુદ્દાઓ આ મુજબ રહ્યાં હતા.

નીતિવિષયક બાબતોની સમીક્ષા ટ્રેડિશ્નલ મેડિસિન અંતર્ગત સંશોધન અને પુરાવાઓ ક્લિનિકલ ડેટા અને ICD-11 જૈવવિવિધતા અને સ્વદેશી ચિકિત્સા પર માહિતીની આપ-લે ડિજિટલ હેલ્થ અને પરંપરાગત દવા માટેની એપ્લિકેશન વધુમાં બેઠકના સહભાગીઓએ મુખ્ય કાર્યને આનુષંગિક રીતે વૈશ્વિક જનસ્વાસ્થ્યને અનુલક્ષીને સમગ્ર વિશ્વની પારંપરિક ચિકિત્સા પધ્ધતીઓનો એક સંચય-સંગ્રહ તૈયાર કરવા અંગે ચર્ચા કરેલ હતી.
આ સંચય પારંપરિક, વૈકલ્પિક અને એકિકૃત ચિકિત્સા પધ્ધતિઓ તથા પ્રાચિન ભારતીય જ્ઞાન સંબંધિત સિધ્ધ થયેલ માહિતી અને સંસાધનો દ્વારા જ્ઞાનની નવી દિશાઓ ખોલશે. બેઠકમાં હાલમાં ઉપ્લબ્ધ્ધ આ પ્રકારના સંચયોની સમિક્ષા કરવામાં આવી તેમજ નવો વૈશ્વિક સંચય તૈયાર કરવા માટેનો અવકાશ, પધ્ધતિઓ, ટેક્નોલોજી તેમજ સંચાલનનો રીવ્યુ કરવામાં આવ્યો.





