યાત્રાધામ દ્વારકામાં પરંપરાગત ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભાવિકોનો સાગર ઉમટયો છે.જે ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકથી આજપર્યત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવવામાં આવી રહયો છે.

દ્વારકાધીશજી મંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના જગતમંદિરમાં કુલડોલ ઉત્સવ મનાવાય છે પરન્તુ આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂર્ણિમાના હોય, તા.25 મીએ પૂર્ણિમાના રોજ દ્વારકા તેમજ બેટ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરોમાં ધાર્મિક પરંપરાઅનુસાર ભાવિકો સંગ દોલોત્સવ ઉજવાશે.જગતમંદિર ના પૂજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યાનુસાર સોમવાર તા.25 મી માર્ચના રોજ બપોરે 1.45 કલાકે ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) ધાણી, દાળીયા, ખજૂર, સૂકોમેવો, પતાસા વિગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નીજસભાગૃહમાં બાલસ્વરૂપને ઝુલામાં સ્થાપન કરાવી દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે.
હોજમાં ફૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાના ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો કેસર જલ ચાંદીની પિચકારીમાં બાદ દ્વારકાધીશજીના શ્રીઅંગ પરઅબીલ-ગુલાલની છોળો(રંગ) ઉડાડવામાં આવશે. બપોરે 2.00 સ્વરૂપના પૂર્ણ શૃંગાર સાથે શ્રીઅંગ અલંકારો તેમજ સફદ વસ્ત્રો સાથેના પ્રારંભ થશે.
આરતી પ્રારંભે કેસુડાં ભરી ઠાકોરજીસંગ ધૂળેટી રમાશે. પધરાવવામાં ભાવિક ભકતોને કલાકે ઠાકોરજીના આવેલ પ્રસાદીરૂપે રાજાધિરાજ પર શંખચક્ર, ગદા, પદ્મ તથા ઠાકોરજીના દૈદિપ્યમાન સ્વરૂપના દર્શન ખૂલ્લાં મૂકાશે. દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે 2.00 થી 3.00 કલાક સુધી ભાવિકો વચ્ચે ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલ વડે પરંપરાગત રીતે દોલોત્સવ ઊજવાશે. આ ઉપરાંત દેશ વિદેશમાં લાખો શ્રધ્ધાળુઓ ઓનલાઈનના માધ્યમથી જગતમંદિરમાં થનારા દોલોત્સવને નિહાળશે.
દ્વારકાધીશ મંદિરમાં ધુળેટી પર્વની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. સોમવાર તા.25ના રોજ દ્વારકાધીશજી મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.જેના અનુસંધાને શ્રીજીના દર્શનના સમયમાં વિવિધ ફેરફાર કરવામાં આવ્યા છે.પૂનમના રોજ ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં સવારે 6 વાગ્યે શ્રીજીની મંગળા આરતી બાદ બપોરે 1 વાગ્યે અનોસર (મંદિર બંધ) રહેશે. બપોરે 2 વાગ્યે ઉત્સવ આરતી તેમજ 2 થી 3 દરમિયાન ઉત્સવના દર્શન ભક્તો કરી શકશે. બપોરે 3 થી 5 દરમિયાન મંદિર બંધ રહેશે અને સાંજે નિત્ય ક્રમ મુજબ દર્શન થઈ શકશે.

