Sports

ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપોકમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવ્યું

મુસ્તાફિઝુર રહેમાને ૨૯ રનમાં ૪ વિકેટ લીધી, વિરાટ અને ગ્રીન ઈનિંગ્સ ન ટકી શક્યા

IPL ૨૦૨૪ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. ચેપોક મેદાન પર ઇઝ્રમ્એ ઝ્રજીદ્ભને મોટો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ તે આ ટીમને રોકી શક્યું નહીં. ચેન્નાઈના ટોપ ઓર્ડરમાં તમામ બેટ્‌સમેનોએ સારું યોગદાન આપ્યું હતું. ગાયકવાડ ૧૫ રન બનાવીને આઉટ થયો હતો પરંતુ રચિન રવિન્દ્ર ૧૫ બોલમાં ૩૭ રન બનાવી શક્યો હતો. રહાણેએ ૧૯ બોલમાં ૨૭ રનની ઈનિંગ રમી હતી. ડેરેલ મિશેલે પણ ૨૨ રનની ઇનિંગ રમી હતી. શિવમ દુબે અને રવીન્દ્ર જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરીને મેચ પૂરી કરી હતી.

બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેપ્ટન ડુપ્લેસિસે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ટીમનો સ્કોર ૪.૩ ઓવરમાં ૪૧ રન સુધી પહોંચી ગયો હતો. સુકાની પોતે પણ ૩૫ રન સુધી પહોંચી ગયો હતો પરંતુ આ પછી વિકેટો પડવાની શરૂઆત થઈ હતી. ડુ પ્લેસિસને મુસ્તાફિઝુર રહેમાને આઉટ કર્યો હતો અને તે પછી તેણે એ જ ઓવરમાં રજત પાટીદારની વિકેટ લીધી હતી. પાટીદારો ખાતું પણ ખોલાવી શક્યા નથી. બીજી જ ઓવરમાં દીપક ચહરે પહેલા જ બોલ પર ગ્લેન મેક્સવેલને આઉટ કર્યો હતો.

વિરાટ અને ગ્રીન ઈનિંગ્સને સંભાળશે તેવી અપેક્ષા હતી પરંતુ મુસ્ફિઝુરે એવું થવા દીધું નહીં. આ ડાબા હાથના બોલરે પહેલા ૧૨મી ઓવરમાં વિરાટ કોહલીને આઉટ કર્યો અને ત્યાર બાદ તેણે કેમરૂન ગ્રીનની વિકેટ પણ લીધી. આરસીબીએ ૭૮ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ આ પછી યુવા વિકેટકીપર અનુજ રાવતે ૨૫ બોલમાં ૪૮ રનની ઈનિંગ રમી હતી. તેને દિનેશ કાર્તિકે ટેકો આપ્યો હતો જેણે ૨૬ બોલમાં અણનમ ૩૮ રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે ૯૫ રનની ભાગીદારી થઈ અને તેના આધારે ઇઝ્રમ્ ૧૭૩ રન સુધી પહોંચી ગયું.