Gujarat

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં અબજાે ડોલરનો વધારો

વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સતત ચોથા સપ્તાહમાં વધારો જાેવા મળ્યો છે. ૧૫ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી હૂંડિયામણ ૬.૩૯૬ બિલિયન ડોલર વધારા સાથે ૬૪૨.૪૯૨ બિલિયન ડોલર થઈ ગયું છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે એક સપ્તાહ અગાઉ દેશનો કુલ વિદેશી હૂંડિયામણ ભંડોળ ૧૦.૪૭ અબજ ડોલર વધીને ૬૩૬.૦૯૫ અબજ ડોલર થયો હતો.

ઓક્ટોબર ૨૦૨૧માં દેશની વિદેશી હૂંડિયામણ ભંડોળ ૬૪૫ બિલિયન ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું, પરંતુ વૈશ્વિક વિકાસના કારણે દબાણો વચ્ચે સેન્ટ્રલ બેંકે રૂપિયાના ઘટાડાને રોકવા માટે મૂડી અનામતનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે અનામતમાં થોડો ઘટાડો થયો હતો. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ૧૫ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ ૬.૦૩૪ બિલિયન ડોલર વધીને ૫૬૮.૩૮૬ બિલિયન ડોલર થઈ ગઈ છે. ફોરેન એસેટ ડોલરમાં નામાંકિત થાય છે જેમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચલણની અસરનો સમાવેશ થાય છે.

રિઝર્વ બેંકે શું કહ્યું જે વિષે જણાવીએ, રિઝર્વ બેંકે કહ્યું કે સપ્તાહ દરમિયાન સોનાના ભંડોળનું મૂલ્ય ૪૨૫ મિલિયન ડોલરથી વધીને ૫૧.૧૪ બિલિયન ડોલર થયું છે. રિઝર્વ બેંકે કહ્યું કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્‌સ (જીડ્ઢઇ) ૬૫ મિલિયન ડોલર વધીને ૧૮.૨૭૬ બિલિયન ડોલર થઈ ગયું છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ) પાસે ભારતની અનામત થાપણો પણ સમીક્ષા હેઠળના સપ્તાહમાં ૧૨૯ મિલિયન ડોલર વધીને ૪.૬૮૯ બિલિયન ડોલર થઈ ગઈ છે. સતત ત્રીજા સપ્તાહે વિદેશી હૂંડિયામણ ભંડોળમાં વધારો જાેવા મળ્યો હતો.

આ ત્રણ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણમાં ૨૦ અબજ ડોલરનો વધારો જાેવા મળ્યો હતો. તેના એક સપ્તાહ પહેલા દેશનો કુલ વિદેશી હૂંડિયામણ ૬.૫૫ અબજ ડોલર વધીને ૬૨૫.૬૨૬ અબજ ડોલર થયો હતો. તે પહેલા ફોરેક્સ રિઝર્વમાં લગભગ ૩ બિલિયન ડૉલરનો વધારો થયો હતો, જેના કારણે દેશની કરન્સી રિઝર્વ ૬૧૯.૦૭ બિલિયન ડોલર થઈ ગઈ હતી. તે પહેલા વિદેશી હૂંડિયામણમાં ૫ અબજ ડોલરનો ઘટાડો થયો હતો.