આગામી ૩-૪ મહિનામાં ભારતમાં CNG બાઈક દોડતી જાેવા મળી શકે!
ભારતીય ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટો સ્વચ્છ ઇંધણ ઝ્રદ્ગય્ પર ચાલતી મોટરસાઇકલનો પોર્ટફોલિયો બનાવવામાં વ્યસ્ત બની છે અને આ વર્ષે જૂનમાં આવી પ્રથમ બાઇક લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે શુક્રવારે જણાવ્યું હતું કે સ્વચ્છ ઇંધણ પર ચાલતી પ્રથમ બાઇક જૂનમાં બજારમાં આવશે.
તેમણે કહ્યું કે નવી બાઇક આર્થિક મુસાફરી પ્રત્યે જાગૃત ગ્રાહકોને લક્ષ્ય બનાવશે અને તેને અલગ બ્રાન્ડ હેઠળ બજારમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જાે કે, બજાજે કહ્યું કે આ બાઇકના ઉત્પાદનની કિંમત વધુ હોવાને કારણે તેની કિંમત પેટ્રોલ બાઈક કરતા વધારે હોઈ શકે છે.
બજાજે એમ પણ કહ્યું હતું કે ૨૦ વર્ષ પહેલા લોન્ચ કરાયેલી પલ્સર બાઇકનું વેચાણ ટૂંક સમયમાં ૨૦ લાખ યુનિટનો આંકડો પાર કરે તેવી અપેક્ષા છે. તેમણે બજાજ ગ્રૂપને આગામી પાંચ વર્ષમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (ઝ્રજીઇ) માટે રૂ. ૫,૦૦૦ કરોડ ખર્ચવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી. આ પગલાંથી બે કરોડથી વધુ ભાવિ યુવાનોને ફાયદો થશે અને તેઓ ભારતની વધતી અર્થવ્યવસ્થા દ્વારા આપવામાં આવતી રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની તકોનો લાભ લેવા સક્ષમ બનશે.

