ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા મંડલવા ગામે ડામર ફળીયામાં જવાના રસ્તાની બાજુમાં હાઇવે રોડ પરથી ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ સુકો ગાંજાનો જથ્થો કુલ વજન ૧,૯૭૮ કી.ગ્રામ જેની કિ.રૂ. ૧૯,૭૮૦/- તથા ટ્રાઇબર ફોરવ્હીલ ગાડી રજીસ્ટ્રેશન નં. GJ-06-PH-2195 કિં.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મજકુર ત્રણેય આરોપીઓની અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ-૩ કિં.રૂ ૧૪૦૦૦/- ના મળી કુલ કિં.રૂ.૪,૩૩,૭૮૦/- નો ગે.કા. મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો
આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં નાર્કોટીક્સ અને ડ્રગ્સની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા પોલીસ ઇન્સ્પકેટર તથા એન.એમ.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે એક ટ્રાઈબર ફોરવ્હીલ ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ-06-PH-2195 કી.રૂ.૪,૦૦,૦૦૦/- ની ગાડીમાં પાછળની ડેકીમાં ગેરકાયદેસર રીતે વનસ્પતી જન્ય માદક પદાર્થ સુકો ગાંજાનો જથ્થો કુલ વજન ૧,૯૭૮ કી.ગ્રામ જેની કિ.રૂ. ૧૯,૭૮૦/- ની તથા મજકુર ત્રણેય આરોપીઓની અંગ ઝડતીમાંથી મોબાઈલ ફોન નંગ-૩ કી.રૂ ૧૪૦૦૦/- ના મળી કુલ કી.રૂ ૪,૩૩,૭૮૦/- ના ગેર કાયદેશરનો મુદ્દામાલ સાથે આરોપીઓ અજયભાઈ જગદીશભાઈ પરમાર,જયેશભાઈ હરીશભાઈ પઢીયાર,અર્જુનભાઈ ભરતભાઈ રાજ ને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.

