ડાકોરમાં રાજા રણછોડ રાયજીના મંદિરે ફાગણી પૂનમ નું વિશેષ મહત્વ હોય છે અને હજારો લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા ડાકોર ફાગણી પૂનમના રણછોડ રાયજીના દર્શન માટે જતા હોય છે રથ અને ધજાઓ સહિત મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર જવા પ્રસ્થાન કરી રહ્યા છે પદયાત્રીઓ અમદાવાદથી કઠલાલ રહી ડાકોર જતા હોય છે ડાકોર જતા પદયાત્રીઓ માટે કઠલાલ પંથકમાં અનેક જગ્યાએ વિસામો ચા નાસ્તો પાણી જમવા સહિતની વ્યવસ્થા ધર્મ પ્રેમી લોકો દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર જઈ રહ્યા છે ત્યારે કઠલાલ ચાર રસ્તા ખાતે જય દ્વારકાધીશ ગ્રુપ તેમજ કઠલાલ મુખ્ય રોડ પર સિનિયર સિટીઝન ગ્રુપ , કઠલાલ કાઠી ડેપો લાકડા એસોસિએશન ,જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા તથા છીપડી ખલાલ સરખેજ અનારા લાડવેલ ચોકડી સહિત અનેક જગ્યાએ વિસામો છાશ શરબત તેમજ ચા પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી પદયાત્રીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવે છે પદયાત્રીઓ માટે આરોગ્ય લક્ષી સુવિધાઓ મેડિકલ અને લગતી સુવિધાઓ પણ કરવામાં આવી છે ખૂબ જ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર જઈ રહ્યા છે અને સમગ્ર વાતાવરણ જય રણછોડના નાદ થી ગુંજી ઉઠ્યું હતું.

