Gujarat

માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા લીમડાચોક ખાતે ચકલીની માળા ચણદાની પાણીના કુંડાનુ નિશુલ્ક વિતરણ કરાયુ

માંગરોળ વિસ્તારમાં પ્રકૃતિ પ્રેમી સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમીતે લીમડાચોક ખાતે ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણ ના કાર્યક્રમ યોજાયો હતો જેમા વેરાવળથી ગદ્રે મરીન ની ટીમ, માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ સહીત અન્ય સંસ્થાઓના આગેવાનો વેપારીઓ અગ્રણીઓ ની ઉપસ્થિતીમાં 3000 જેટલા ચકલીના માળા, ચણદાની,અને પાણીના કુંડા નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા આ અવસરે મોટી સંખ્યામાં લોકો લાભ લેવા ઉમટી પડ્યા હતા તેમજ આખા વર્ષ દરમ્યાન આ વિતરણ ચાલુજ રહેછે તેમજ આ સંજીવની નેચર સંસ્થા દ્વારા આજુ બાજુના વિસ્તારો મા માંદા પક્ષીઓ ની સારવાર આપવામા આવે છે.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નરેશબાપુ ગોસ્વામી,નિલુભાઈ રાજપરા સહીતના હોદેદારો કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી  હતી