રીબડા,રીબ.પડવલા,ગુંદાસરા,પા રડી,ખીરસરા, કોટડાસાંગાણી, અરડોઇ,સહીત ના ગામો માં ઉત્સાહભેર કરાય ઉજવણી.
ગતરોજ શાપર-વેરાવળ માં સાંજના શુભ મુહૂર્તમાં હોળીકા દહનના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વેરાવળ ગામના મુખ્ય ચોક, અને શાપર ગામ સહીત ની ન્યૂ અંજની સોસાયટી, આશ્રય સોસાયટી, અને વેરાવળ ની સર્વોદય, સોસાયટી,અક્ષરધામ સોસાયટી, શ્રી હરિ નગર હાઉસિંગ સોસાયટી, સહીત ના વિસ્તારો માં વૈદિક હોળી તૈયાર કરાઈ હતી. જેમાં મોટી સંખ્યા માં ગાય ના છાણા ની ગોઠવણ કરી સાંજના શુભ મુહૂર્તમાં પ્રગટાવવામાં આવી હતી. શાપર-વેરાવળ ની હોળીમાં એક પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. અને માત્ર ગાયના ગોબરમાંથી તૈયાર કરેલી ભૌતિક બનાવવામાં આવેલી વૈદિક હોળી તયાર કરાય હતી.ભાવિકોએ ખજૂર, ધાણી અને જલધારા સાથે હોલિકાની પ્રદક્ષિણા કરી આસુરી શક્તિનો નાશ થાય અને પર્યાવરણની પણ રક્ષા થાય તેવા હેતુ સાથે પ્રાર્થના પણ કરી હતી.શાપર-વેરાવળ માં હોળીકા ના દર્શન કરવા જેમને ત્યાં પુત્રનો જન્મ થયો હોય તેઓ પોતાના પુત્રની વાડ કાઢે છે. જેમાં બાળકને લઇને હોળીની પ્રદક્ષિણા કરી બાળકની રક્ષાની કામના કરે છે.અનેક જગ્યા એ હોળી ના દર્શન કરવા વાડો વાજતે ગાજતે Dg ના તાલે હોલિકા ના દર્શન કરવા પહોંચી હતી.જેમાં મોટી સંખ્યા માં લોકો એ એકત્ર થઈ દર્શન કર્યા હતા.પોતાની તેમજ પરિવાર ની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

