Gujarat

છોાઉદેપુરમાં પારંપરિક રીતે હોળીકા દહન નો કાર્યક્રમ ઉજવાયો

છોટાઉદેપુર નગરના વૃંદાવન સોસાયટી પાસે સરકારી હોળીમાં તથા પોસ્ટ ઓફિસ પાસે કરવામાં આવતું હોળીકા દહન કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નારણ રાઠવા અને લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહી પૂજા કરી હતી. છોાઉદેપુર જિલ્લામાં આજરોજ ફગણમાસની પૂનમે હોળીકા દહન ઠેર ઠેર કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મથકે એસ  એફ હાઈસ્કૂલની પાછળ વૃંદાવન સોસાયટી પાસે વર્ષોથી હોળીકા દહન કરવામાં આવતું હોય જેને સરકારી હોળી તરીકે પણ ઓળખાય છે. જ્યારે પોસ્ટ ઓફિસ પાસે નગરની મોટી હોળી થાય છે. જ્યાં આજરોજ વિધિવત રીતે હોળીકા દહન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નારણ રાઠવા અને લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા , જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે મોટી સંખ્યામાં સમર્થકો તથા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.