Gujarat

નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુકાવાટી ગામે જુગારની અસામાજીક પ્રવુત્તિ કરતા પાંચ ઈસમોને ફુલ કિં.રૂ.૧૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નસવાડી પોલીસ

 આર.વી.ચુડાસમા પોલીસ અધીક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં ચાલતી જુગાર/પ્રોહીબીશનની અસામાજીક પ્રવુત્તિ શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરીનો આગ્રહ રાખવામાં આવેલ હોય ગૌરવ અગ્રવાલ મદદનિશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ જુગાર/પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરી પ્રોહીબીશન/જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સારૂ તાબાના પોલીસ માણસોને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય અને આજરોજ પોલીસ માણસો સાથે બાતમી આધારે નસવાડી પો.સ્ટે. વિસ્તારના કુકાવટી ગામે આવેલ અશ્વીની નદી કિનારે પત્તાપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પંચ જુગારીઓનેકિ.રૂ.૧૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં નસવાડી પોલીસને સફળતા મળેલ છે.