છોટાઉદેપુર જિલ્લાના પ્રતાપનગર ખાતે પ્રગટ શ્રી રાયમુની મહારાજ મંદિર ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, લોકસભાના સંયોજક મુકેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

